Wednesday, May 1, 2013

હું ક્યાં કહું છું આપની હા હોવી  જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ

પુરતો નથી નસીબ નો  આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ

એવી બે-દિલી થી મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ

પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’
એના મિલન ની ક્યાંક જગા હોવી જોઈએ
- “મરીઝ”