Wednesday, January 26, 2011

Relation

A boy and a girl were playing together. The boy had a collection of marbles. The
girl had some sweets with her.

The boy told the girl that he will give
her all his marbles in exchange for her sweets. The girl agreed. The boy kept
the biggest and the most beautiful marble aside and gave the rest to the girl.
The girl gave him all her sweets as she had promised.

That night, the
girl slept peacefully. But the boy couldn’t sleep as he kept wondering if the
girl had hidden some sweets from him the way he had hidden his best
marble.

Moral of the story:
If you don’t give your hundred percent in
a relationship, you’ll always keep doubting if the other person has given
his/her hundred percent..

This is applicable for any relationship like
love, employer-employee relationship etc., Give your hundred percent to
everything you do and sleep peacefully.

Sunday, January 16, 2011

નોકરી

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! 
શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો ! 
પણ, કોલેજની સ્વૈરવિહારી જીંદગી ક્યાં ગઈ ? 
ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો, 
પણ, આનંદમાં ઘટાડો કેમ થયો ? 
થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા, 
પણ, તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા ? 
સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા, 
પણ, ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ ? 
રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે, 
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! 
કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલટાંકી આજકાલ ફૂલ થઈ ગઈ 
પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી પડી ? 
ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું 
પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ ? 
મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું 
પણ, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ? 
રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે, 
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો ! 
જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ 
પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ? 
એસેમ્બલ કરેલા પીસીનું સ્થાનઆધૂનિક લેપટોપે લઈ લીધું 
પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ? 
કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું 
પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ? 
રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે, 
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

Saturday, January 15, 2011

અશ્વિની ભટ્ટની નવલકથામાંથી થોડુંક

અશ્વિની ભટ્ટની નવલકથામાંથી થોડુંક
                           
અશ્વિની ભટ્ટ
ગુજરાતી સાહિત્ય ના એક મહાન લેખક છે
એમની નવલકથાઓ માં થી થોડા અંશ રજુ કરવાનો પ્રયત્ન કરું છું.
ગમે તો વધાવજો; વધારે મેહનત કરવાનું પ્રોત્સાહન મળશે...


અશ્વિની ભટ્ટ - લોખંડી વાંચકો ના લેખક

પારો સ્થિર થઇ શકે પણ અશ્વિની ભટ્ટ નહિ. એ ગતિ નો માણસ છે. એને વિગતિનો જેમ ભય નથી તેમ પ્રગતિ નો મોહ પણ નથી. એને ગતિ જોઈએ, ગમે તે દશામાં . આ ચંચલપગો માનવી માર્યા પછી ચિતા પર પણ સખનો રહેશે કે કેમ  તે પણ એક સવાલ છે.
-શેખાદમ આબુવાલા 


"લજ્જા સન્યાલ"
તુ સમજી નહિ શકે, કારણ તુ પુરુષ છે અને અધિપત્ય સિવાય સ્ત્રીને જોવાની તમારા કોઈમાં શક્તિ નથી. સ્ત્રીને જો થોડાક મિત્રો રાખવાની, ક્યારેક ભૌતિક છૂટ લેવાની, અને ક્યારેક ભાઇ, પિતા કે પતિના સંબંધોથી પર થઇને કેવળ પુરુષ સંબંધ માણી લેવાની છૂટ હોય તો સમાજમાં લગ્ન વિચ્છેદ ન થાય.

"લજ્જા સન્યાલ"
સત્ય એ જ, આ વિચિત્ર દુનિયાનો મોટો ભ્રમ છે, છેતરપિંડીની એક સુજ્ઞ પરિભાષા છે.

"લજ્જા સન્યાલ"
જ્યારે તમે જીવ પર આવી જાવ છો ત્યારે હારવાની બીક ચાલી જાય છે.

"લજ્જા સન્યાલ"
અચલે એટલી જ સંલન્નતાથી ખોબલામાં મારા ગાલ લીધા હતા. શું કરવું તે મને સમજાતું ન હતું. કબૂતરની માફક મેં આંખો મીંચીં લીધી હતી. મારા હોઠ કાંપતા હતા. અચલનો ચહેરો મારી સમીપ આવતો હતો. ધીરેથી એના હોઠ મારા હોઠને અડ્યા હતા. ગુલાબની પાંદડીને સ્પર્શતો હોય તેમ તેણે મારા હોઠ સાથે તેના હોઠ ચાંપ્યા હતા. કોઇ અજબ માર્દવતાથી હું ભીંજાઇ રહી હતી. તેનો હાથ મારા વાળમાં ફરી રહ્યો. અનંગ આવેગથી તેણે ચુંબન કર્યુ. કોઇ વિસ્ફોટ થયો હોય તેમ હું ખસી ગઇ. અચલના ચહેરા પર સ્મિત રમતું હતુ. જમીન પર પડેલુ તણખલું લઇને ધરતી ખોતરવા સિવાય હું કરી પણ શું શકું ? ક્યાય સુધી અમે વાત પણ ન કરી. એ કોઇ આધ્યાત્મિક પળ હતી કે બેચેન ઘડી તે મને સમજાતું નહી.



"નિરજા ભાર્ગવ"
માણસ જ્યારે વેદનાની પરાકાષ્ટાની સીમા વટાવી જાય પછી એક એવી પરિસ્થિતિ આવે છે જ્યારે દર્દ-વેદના નથી રહેતી, વેદના છે કે નહિ તેનો પણ કોઇ ખ્યાલ નથી રહેતો. માણસ માણસ નથી પણ જાણે તેનો આત્મા ઊભો રહે છે.


"શૈલજા સાગર"
પ્રેમ વિશ્વાસથી પર છે કે પછી વિશ્વાસ સુધી જ પ્રેમ મર્યાદિત છે !

"શૈલજા સાગર"
ઊંઘમાં પણ તેના સુરેખ હોઠ પર એક પાવક સ્મિત જડાયેલુ હતુ. કેટલું નિર્મળ લાગતી હતી ! તેનું સ્મિત કેવું નાજુક અને નીતર્યુ હતુ ! હું નીચે વળ્યો. કોઇ મૂર્તિમંત, કોઇ શાશ્વત રહેનારી કલાકૃતિ જેવી તેના હોઠ પર ધીરેથી ચુંબન કર્યુ. કોમળ ચામડીનો સ્વાદ કેટલો અવર્ણનીય હતો, કારણ એ સ્વાદ સ્પર્શથી જ માણી શકાતો.

"શૈલજા સાગર"
પ્રેમ ક્શાથી મર્યાદિત નથી. પ્રેમ વિશ્વાસથી પર છે, પ્રેમ ચિરંતન છે... અસ્ખલિત છે... અનર્ગલ છે.

“શૈલજા સાગર”
"અરે ભાઇ ! રામ જેવા પુરુષોએ પણ સીતા જેવી પત્નીનો ત્યાગ નહોતો કર્યો?" સંજીવે પ્રશ્ન કર્યો.

"
મને એ જ નવાઇ લાગે છે. કહે છે, રામે એક અદના માનવીની વાતથી સીતાનો ત્યાગ કર્યો, એ અપરિપક્વતા નથી? કેરેક્ટરનો અભાવ નથી? તેનો અર્થ તો એ જ ને કે રામને સીતા પર સંપૂર્ણ વિશ્વાસ ન હતો..."

"
એવું કેવી રીતે કહેવાય ! તેમનું વલણ તો એવું હતું કે રાજ્યરાણી શંકાથી પર જ હોવી જોઇએ. સીઝર્સ વાઇફ જેવો એ ઘાટ હતો."

"
પણ તો પછી રામે પોતે જ રાજા તરીકે રહેવાની શી જરુર ? જો લોકોને સીતા વિશે શંકા હતી તો પોતે શા માટે તેના પક્ષે ઊભા રહી લોકોને તજી ન શક્યા ? મને તો લાગે છે પુરુષો શાશ્વતકાળથી સરખા જ હોય છે. તેમનો પ્રેમ માત્ર સ્વતઃ માલિકીપણાનો જ પર્યાય છે.”