Wednesday, January 5, 2011

શ્રી દિલીપ ધોળકિયા


આદરણીય ગુજરાતી સંગીતકાર શ્રી દિલીપ ધોળકિયાએ ૨ જાન્યુઆરી, ૨૦૧૧ ના દિવસે સવારે - ૯૦ વર્ષની ઉંમરે આપણા સૌ વચ્ચેથી ચિર વિદાય લીધી છે.
સદભાગ્યે હું એ દિવસે સાંજે "સ્વરપર્વ"  - ગાથા સંસ્થા ના ઉપક્રમે યોજાયેલ સંગીત ના કાર્યક્રમ માં હતો અને એ સમાચાર ત્યાં જ સાંભળ્યા અને સહુ ગાયક મિત્રો - પાર્થિવ, અંકિત, ઐશ્વીર્યા , પ્રાચી, ભાગ્યેશભાઈ, રાજેન્દ્ર શુક્લા જી, પુરષોત્તમ જી એ એમને પોતાની આગવી રીતે શ્રદ્ધાંજલિ - સ્વરાંજલી આપી હતી.
મારા તરફ થી પણ આ સંગીત ના વિરલા ને શ્રદ્ધાંજલિ - સ્વરાંજલી, પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના….ઓમ શાંતિ શાંતિ શાંતિ 
એમની એક અમર રચના હું બ્લોગ પર મુકું છું.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી…

No comments:

Post a Comment