Tuesday, December 1, 2015

Story

Speechless !!
Must read !

પરમ આદરણીય સાહેબ, શાહબુદ્દીન રાઠોડ ના વક્તવ્યોમાંથી...

એક ચાર વર્ષનો ભાઈ અને,એની છ વર્ષની બહેન બંને ભાઇ બહેન,બજાર મા ફરવા નીકળ્યા છે,નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે ,થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે..
બહેન આવે છે કે નહીં..!!
રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે..ભાઈ નજીક આવી ને પૂછે છે..કેમ તારે કાંઇ લેવુ છે..??
બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું
ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી,બહેન ખુબ જ ખુશ થઇ..કાઉન્ટર પર બેઠેલો વેપારી..આ ભાઈ બહેન ને બહાર થી જોતો હતો અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતો હતો..!!
કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો આ ઢીંગલી નુ શું છે..?
જીવતર ને ઘોળીને પી ગયેલા એ વેપારી એ કહ્યું તમારી પાસે શું છે..?
બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા પેલા વેપારીએ એજ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી..અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા..
બાળકે કહ્યું..કેમ ઓછા છે..?
વેપારી કહે ના આમાંથી તો વધશે..!!
વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં...!!
પણ એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી..??
વેપારી એ કહ્યું ભાઈ આપણે મન આ છીપલા છે..એને મન તો એની સંપતિ છે..!!
અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે ક છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા..ત્યારે એ મને યાદ કરશે..!!
અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો છે..
અને આજ જો મે એને ઢીંગલી ના આપી હોત તો એ વિદ્રોહ ની આગ લઈ ને ઉઠત...કે
જલા દો ઈસે ફુંક ડાલો યે દુનિયા...!!
તુમ્હારી હૈ તુમ્હી..સંભાલો યે દુનિયા....!!!

Friday, November 6, 2015

20th Floor

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર
આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે
આજે લીફટ બંધ છે અને એ કોઇપણ
સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી.
એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ
હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ
નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ
ચઢી ગયા.
20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ
કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ
છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ
જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.
20માં માળ પર થેલા છોડીને એ આગળ
વધ્યા ભાર હળવો થવાથી હવે એ
સરળતાથી આગળ વધી રહ્યા હતા.
40માં માળ
પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને
કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને
ઝગડવા લાગ્યા. એક બીજાપર
દોષોના ટોપલા ઢોળતા જાય અને
દાદરા ચઢતા જાય.
60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે
ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે
ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20
દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું
બંધ કરીને આગળ વધ્યા અને
80માં માળ પર
આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ
નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ
ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ
દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર
રાખેલા થેલામાં જ રહી ગઇ.”
જીવનમાં પણ કંઇક આવુ જ બને છે .
પ્રથમ 20
વર્ષ સુધી આપણે માતા-
પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ
છીએ.
20 વર્ષ બાદ
અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને
જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી.
40 વર્ષ પછી સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ
એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ
જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય.
આમ
કરતા કરતા 60 વર્ષ પુરા થાય પછી વિચારીએ
કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું
કરવી.
જ્યારે 80 વર્ષે પહોંચીએ ત્યારે સમજાય
કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ
તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન
પુરુ થઇ ગયુ.
યુવાનીમાં જોયેલા સપનાઓને. સાર્થક
કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. 80 વર્ષે
જે જોઇતું હોઇ એ મેળવવાની
શરુઆત
20માં વર્ષથી જ કરી દેવી

Thursday, October 29, 2015

True Love

"પ્રેમ કરવો"  એટલે...

સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો,
પોતાના હાથ ના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા વેઇટિંગ રૂમમાં બેઠા હતા...

ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી...
પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું,એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો...

દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ,એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી,
ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી...

નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા,
પછી પૂછ્યું, "દાદા તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું..? કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે...?"

’‘ના બહેન..! પરંતુ ફલાણા નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે...
છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે...!!
છેલ્લાં પાંચ વરસથી નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે..."

"પાંચ વરસથી..??
શું થયું છે એમને..?" નર્સે પૂછ્યું...

"સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે..." દાદાએ જવાબ આપ્યો...

મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.
એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ
ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી,
"દાદા તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં...?"

દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા,
પછી બોલ્યા, "ના...! જરા પણ નહીં...
કારણકે છેલ્લાં પાંચવરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે,
એ કોઇને ઓળખતી જ નથી...!!
હું કોણ છું એ પણ એને ખબર નથી...!!"

નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું,
"દાદા, જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો..?
તમે આટલી બધી કાળજી લો છો..!!
પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો.....?"

દાદાએ નર્સનો હાથ
પોતાના હાથમાં લઇ
હળવેથી કહ્યું, "બેટા, એને ખબર નથી કે હું કોણ છું,
પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે...."

સાચો પ્રેમ એટલે સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર...
એના સમગ્રઅસ્તિત્વનો સ્વીકાર...

જે હતુ તેનો સ્વીકાર...
જે છે તેનો સ્વીકાર...
ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર...

અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર...!!

Tuesday, October 27, 2015

School

એક શાળામાં સવારની પ્રાર્થના પછી વર્ગ શરુ થયો....

શિક્ષકે આવીને સૌ પ્રથમ વર્ગમાં હાજર વિદ્યાર્થીઓની હાજરી પુરી........

શિક્ષક એક પછી એકના નામ ઉંચા અવાજે બોલતા ગયા અને સામે વિદ્યાર્થીઓ જવાબ આપતા ગયા....

ગુસ્સો ...............હાજર
ઇર્ષા..................હાજર
અહંકાર.............હાજર
સ્ટ્રેસ..................હાજર
ડાયાબીટીસ......હાજર
બ્લડપ્રેસર.........હાજર
વિશ્વાસઘાત......હાજર
અસંતોષ...........હાજર
અશાંતિ.............હાજર

પ્રેમ...........!
પ્રેમ.............!!
પ્રેમ................!!???

પ્રેમ હાજર છે કે નહી...?
આનંદ..........!!.. આનંદ.......!??
( સાયલેન્સ)
ખુશી..............!! ખુશી.........!!??
( સાયલેન્સ)

હાજર વિદ્યાર્થીઓ પૈકી એકે ઉભા થઇને કહ્યુ....

"સર, બરાડા ન પાડો....

આ બધા ગેરહાજર છે. જ્યારેથી અમે હાજર રહેવાનું ચાલુ કર્યુ ત્યારેથી આ બધા જ ગેરહાજર રહે છે....!! "

મિત્રો,
આ શાળાનું નામ છે...

👌" જીંદગી "👍

આપણી જીંદગીની પાઠશાળામાં આપણે
જ્યારથી....
ગુસ્સો,
ઇર્ષા,
અહંકાર,
સ્ટ્રેસ......
વગેરેને એડમીશન આપ્યુ છે,
ત્યારથી......
પ્રેમ,
આનંદ,
ખુશી
આ બધા શાળા છોડીને જતા રહ્યા છે...!!!!

🍂

Monday, March 30, 2015

ઈશ્વર પ્રાર્થના સાંભળે એવી અપેક્ષા રાખનારો માણસ પોતે ક્યાં ક્યારેય કોઈની પ્રાર્થના સાંભળતો હોય છે?

ક્યારેક કોઈને કહેવાનું મન થઈ આવે છે કે યાર હું મજામાં નથી. મને ક્યાંય ગમતું નથી. બહુ મૂંઝારો થાય છે. ક્યાંય જીવ નથી લાગતો. ક્યારેક કોઈ સાથે વાત કરવાનું મન થાય છે. મોબાઇલ હાથમાં લઈને કોઈને ફોન લગાડવાનો વિચાર આવે છે. ફોનબુકમાંથી એકેય નામ એવું મળતું નથી જેની સાથે વાત કરવાનું મન થાય. આવા સમયે વેદના બેવડાઈ જાય છે. કોઈને કંઈ કહેવાનો મતલબ નથી. કોઈને શું ફેર પડે છે? મારા દુઃખ સાથે દુઃખી થવાવાળું કોઈ છે જ નહીં. બધા પોતાનામાં જ મસ્ત છે,પોતાનામાં જ વ્યસ્ત છે. કોઈ ક્યાં પૂછવા આવવાનું છે કે તું કેમ ઉદાસ છે? કઈ પીડા તને પરેશાન કરી રહી છે? આપણી વેદનામાંથી આપણે જ પસાર થવાનું હોય છે. બહુ ઓછા લોકો હોય છે જે પોતાની વ્યક્તિની વેદનાને ઓળખી જાય. ઉદાસી ચહેરા પર ચાડી ફૂંકતી હોય છે. ઘણાના ચહેરા એવા હોય છે જેના પર વેદના વર્તાઈ જાય છે. ઘણા ચહેરા એવા હોય છે, જે તેની અંદર શું ચાલી રહ્યું છે એ વર્તાવા નથી દેતા. ફેસ એક્સ્પ્રેસિવ ન હોય ત્યારે વેદના તીક્ષ્ણ બની જતી હોય છે. બધાને બધું કહેવાનો મતલબ પણ હોતો નથી. આંસુ લૂછી શકે એવા હાથ ઓછા હોય છે. બધા હાથને આપણે આંસુ લૂછવાની પરવાનગી પણ નથી આપતા. આપણે બધાને પ્રેમ આપી શકીએ છીએ, પણ બધા સાથે વેદના શેર કરી નથી શકતા. ના, નથી જોઈતું કોઈનું આશ્વાસન,નથી શેર કરવું કોઈની સાથે કંઈ, હૈયાવરાળ ઠાલવવી છે પણ તારી પાસે નહીં, તું એ નહીં ઝીલી શકે, તું એ નહીં સમજી શકે. એક્સક્યુઝ મી કહીને માણસ કોઈ ખૂણામાં ચાલ્યો જાય છે. ક્યારેક બાથરૂમમાં જઈ રડી લે છે. વોશબેસિન પરના મિરરમાં પોતાની ભીની આંખોને જોઈ આશ્વાસન મેળવી લે છે. મોઢા ઉપર પાણી છાંટી જાણે કંઈ બન્યું જ નથી એવી એક્ટિંગ સાથે આપણે બહાર આવી જઈએ છીએ. એ સમયે ખરેખર કેટલું બધું બનતું હોય છે? આપણી અંદર ઘમાસાણ ચાલતું હોય છે. દિલ પર રીતસરના છરકા પડતા હોય છે અને આપણે કોઈને કંઈ કહી શકતા નથી! તમારી પાસે એવી વ્યક્તિ છે જેની સામેે તમે કોઈ ચિંતા કે ફિકર વગર વેદના ઠાલવી શકો? જો એવી વ્યક્તિ હોય તો તમે નસીબદાર છો. ઘણી વખત તો બધાને ખબર હોય છે છતાં કોઈ પૂછતું નથી! તમારે કોઈનો પ્રેમ સમજવો છે? તો એની વેદના પણ સમજો. વેદના સમજાશે તો જ પ્રેમ સમજાશે. વેદના વખતે જ પ્રેમની પરખ થતી હોય છે. તમે ક્યારેય પૂછો છો કે તને શું થાય છે? મોટાભાગના લોકોની વેદના એ જ હોય છે કે તેને કોઈ કંઈ પૂછતું નથી, કોઈ એનું સાંભળતું નથી. માણસ બધું વ્યક્ત કરી શકે છે, પણ વેદના વ્યક્ત કરી શકતો નથી. સ્પેશિયલ મીડિયા પર પણ નજર ફેરવી જોજો, સેલિબ્રેશન, ખુશી, આનંદ, ઉત્સાહ, લાગણી અને બીજું ઘણુંબધું વ્યક્ત થાય છે, પણ વેદના ભાગ્યે જ વ્યક્ત થાય છે! વેદના વ્યક્ત થાય તોપણ એને 'લાઇક' જ મળે છે! હવે 'ઇમોજી' આવી ગયા છે. શબ્દોની જરૂર નથી. ચહેરા ચીપકાવી દો. સેડ 'ઇમોજી' કે ઉદાસ ચહેરો કેટલા લોકોને સ્પર્શે છે? વેદના એ 'ઇમોજી' નથી કે દિલમાંથી ઊખેડીને ફેસબુક પર ચીપકાવી દેવાય! એ તો ચોંટેલી જ રહે છે અને આપણા હાથેથી જ ઊખેડવી પડે છે. તમારી પાસે એવો કોઈ હાથ છે, જે એ ઉદાસીને ઊખેડી શકે? સાથોસાથ એ પણ તપાસી જોજો કે તમારા હાથ એવા છે કે તમે કોઈની ઉદાસી ઊખેડી શકો? તમે કોઈને પ્રેમ કરો છો? જો કરતા હોવ તો એની વેદનાનેે પણ પ્રેમ કરજો, એની વેદનાને પંપાળી અને પીગળાવી દેજો. પ્રેમ માત્ર કોઈની સાથે બેસીને હસવામાં નથી, ખરો પ્રેમ આપણી વ્યક્તિ સાથે બેસીને રડવામાં જ વ્યક્ત થતો હોય છે. તમારી સંવેદનાને સજીવન રાખો તો જ તમારી પ્રિય વ્યક્તિની વેદનાને સ્પર્શી શકશો. ~ ઈશ્વર પ્રાર્થના સાંભળે એવી અપેક્ષા રાખનારો માણસ પોતે ક્યાં ક્યારેય કોઈની પ્રાર્થના સાંભળતો હોય છે?

Monday, March 23, 2015

THE SITUATION

THE SITUATION:


In Washington, DC, at a Metro Station, on a cold January morning in 2007, this man with a violin played six Bach pieces for about 45 minutes.  During that time, approximately 2,000 people went through the station, most of them on their way to work.  After about 3 minutes, a middle-aged man noticed that there was a musician playing.  He slowed his pace and stopped for a few seconds, and then he hurried on to meet his schedule.

About 4 minutes later:
The violinist received his first dollar. A woman threw money in the hat and, without stopping, continued to walk.
At 6 minutes:
A young man leaned against the wall to listen to him, then looked at his watch and started to walk again.
At 10 minutes:
A 3-year old boy stopped, but his mother tugged him along hurriedly.  The kid stopped to look at the violinist again, but the mother pushed hard and the child continued to walk, turning his head the whole time.  This action was repeated by several other children, but every parent — without exception — forced their children to move on quickly.
At 45 minutes:
The musician played continuously. Only 6 people stopped and listened for a short while.  About 20 gave money but continued to walk at their normal pace.  The man collected a total of $32.
After 1 hour:
He finished playing and silence took over.  No one noticed and no one applauded.  There was no recognition at all.

No one knew this, but the violinist was Joshua Bell, one of the greatest musicians in the world.  He played one of the most intricate pieces ever written, with a violin worth $3.5 million dollars.  Two days earlier, Joshua Bell sold out a theater in Boston where the seats averaged over $100 each to sit and listen to him play the same music.
This is a true story. Joshua Bell, playing incognito in the D.C. Metro Station, was organized by the Washington Post as part of a social experiment about perception, taste and people's priorities.
This experiment raised several questions:
·       In a common-place environment, at an inappropriate hour, do we perceive beauty?

·       If so, do we stop to appreciate it?

·       Are we able to recognize talent in an unexpected context?
One possible conclusion reached from this experiment could be this:

If we do not have a moment to stop and listen to one of the best musicians in the world, playing some of the finest music ever written, with one of the most beautiful instruments ever made . . .

How many other things are we missing as we rush through life?
Enjoy life NOW . . . it has an expiration date!

Among the 6 who stopped for a while to listen the majority were children, we have lost that child-like attitude of appreciating the good, if it was a fight or something negative, a lot more adults would have stopped.
Have a peaceful & enjoyable financial year year 2015-16

Wednesday, February 18, 2015

Very interesting Message : Worth reading.

Once Krishna and Arjuna were walking towards a village. Arjuna was pestering Krishna, asking him why कर्ण should be considered an unparalleled Donor & not me.?

Krishna, turned two mountains into gold.

Then said "Arjuna, distribute these two Gold mountains among villagers, but you must donate every bit of it ".

Arjuna went into the village, and proclaimed he was going to donate gold to every villager, and asked them to gather near the mountain. The villagers sang his praises and Arjuna walked towards the mountain with a huffed up chest.

For two days and two nights Arjuna shovelled gold from the mountain and donated to each villager. The mountains did not diminish in their slightest.

Most villagers came back and stood in queue within minutes. Now Arjuna was exhausted, but not ready to let go of Ego, told Krishna he couldn't go on any longer without rest.
Here Krishna called कर्ण and told him to donate every bit of two Gold mountains.
कर्ण called two villagers,  and said "Those two Gold mountains are yours " and walked away.
Arjuna sat dumbfounded. Why hadn't this thought occurred to him?

Krishna smiled mischievously and told him "Arjuna, subconsciously, you were attracted to the gold, you regretfully gave it away to each villager, giving them what you thought was a generous amount. Thus the size of your donation to each villager depended only on your imagination.
कर्ण holds no such reservations. Look at him walking away after giving away a fortune, he doesn't expect people to sing his praises, he doesn't even care if people talk good or bad about him behind his back. That is the sign of a man already on the path of enlightenment".
Giving with an Expectation of a Return in the form of a Compliment or Thanks is not a Gift, then it becomes a Trade.
" Give without expecting anything in Return !!
Givers Gain