Wednesday, February 15, 2012

સવાલ જવાબ . Q & A



સ: ટાલ પડવાનાં ત્રણ મુખ્ય કારણો ક્યાં?

જ: માથાભારે બૈરી, વધુ પડતી ચિંતા અને શરીરમાં રહેલી ખોટી ગરમી.

■
સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.

■
સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!

■
સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.

■
સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.

■
સ: પુરુષના જીવનમાં સ્ત્રીનું સ્થાન શું?
જ: પાનના બીડા ઉપર લવીંગનું સ્થાન છે તે.

■
સ: બાળક એટલે?
જ: લગ્નજીવનનું વ્યાજ.

■
સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.

■
સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.

■
સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા

■
સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.

■
સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક

■
સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ

■
સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.

■
સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.

■
સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા

■
સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ

■
સ: તાજમહાલ શું છે?
જ: આંસુની ઈમારત.

■
સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?

જ: પૂર્વગ્રહ
■ 

સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?

જ: ધર્મશાળા.
■

સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?

■ 

■સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળોકાંઈક.

Tuesday, February 14, 2012

અગનપિપાસા – કુન્દનિકા કાપડીઆ


“ સોમ, માણસ ઘણી વાર મૂળ કઈ વસ્તુની તેને શોધ છે તે જ ભૂલી જાય છે. દાખલા તરીકે મૂળ તેને પ્રેમની શોધ હોય – જેથી તે પોતાના સાચા સ્વરૂપને પામી શકે, એને બદલે તે કોઇક વ્યક્તિને પામવાની હઠ ધરીને બેસે અને વિહ્વળતા ને નિર્ર્થકતામાં જીવન પૂરું કરી નાખે. દાખલા તરીકે, માણસને સંગીતની, સંગીતના મર્મની શોધ હોય અને તે વાયોલિનને, અને તે પણ દુનિયા પરનાં લાખો વાયોલિનમાંથી એક જ વાયોલિનને સંગીતનું સર્વસ્વ માની લે ! ” તે હસ્યો. “ આપણી અંદર પ્રેમ જન્મે તો પછી પ્રેમ આપણને, શોધ્યા વિના, આવી જ મળે છે. કદાચ આપણે ધાર્યું હોય તેના કરતાં જુદા રૂપે. જીદ અને ઈચ્છાનો નશો ઉતરી જાય તો, એ જુદા રૂપમાં મૂળ વસ્તુની ઓળખ થાય પણ ખરી.  ”
- અગનપિપાસા – કુન્દનિકા કાપડીઆ