Thursday, October 29, 2015

True Love

"પ્રેમ કરવો"  એટલે...

સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો,
પોતાના હાથ ના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા વેઇટિંગ રૂમમાં બેઠા હતા...

ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી...
પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું,એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો...

દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ,એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી,
ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી...

નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા,
પછી પૂછ્યું, "દાદા તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું..? કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે...?"

’‘ના બહેન..! પરંતુ ફલાણા નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે...
છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે...!!
છેલ્લાં પાંચ વરસથી નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે..."

"પાંચ વરસથી..??
શું થયું છે એમને..?" નર્સે પૂછ્યું...

"સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે..." દાદાએ જવાબ આપ્યો...

મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.
એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ
ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી,
"દાદા તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં...?"

દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા,
પછી બોલ્યા, "ના...! જરા પણ નહીં...
કારણકે છેલ્લાં પાંચવરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે,
એ કોઇને ઓળખતી જ નથી...!!
હું કોણ છું એ પણ એને ખબર નથી...!!"

નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું,
"દાદા, જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો..?
તમે આટલી બધી કાળજી લો છો..!!
પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો.....?"

દાદાએ નર્સનો હાથ
પોતાના હાથમાં લઇ
હળવેથી કહ્યું, "બેટા, એને ખબર નથી કે હું કોણ છું,
પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે...."

સાચો પ્રેમ એટલે સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર...
એના સમગ્રઅસ્તિત્વનો સ્વીકાર...

જે હતુ તેનો સ્વીકાર...
જે છે તેનો સ્વીકાર...
ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર...

અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર...!!

Tuesday, October 27, 2015

School

એક શાળામાં સવારની પ્રાર્થના પછી વર્ગ શરુ થયો....

શિક્ષકે આવીને સૌ પ્રથમ વર્ગમાં હાજર વિદ્યાર્થીઓની હાજરી પુરી........

શિક્ષક એક પછી એકના નામ ઉંચા અવાજે બોલતા ગયા અને સામે વિદ્યાર્થીઓ જવાબ આપતા ગયા....

ગુસ્સો ...............હાજર
ઇર્ષા..................હાજર
અહંકાર.............હાજર
સ્ટ્રેસ..................હાજર
ડાયાબીટીસ......હાજર
બ્લડપ્રેસર.........હાજર
વિશ્વાસઘાત......હાજર
અસંતોષ...........હાજર
અશાંતિ.............હાજર

પ્રેમ...........!
પ્રેમ.............!!
પ્રેમ................!!???

પ્રેમ હાજર છે કે નહી...?
આનંદ..........!!.. આનંદ.......!??
( સાયલેન્સ)
ખુશી..............!! ખુશી.........!!??
( સાયલેન્સ)

હાજર વિદ્યાર્થીઓ પૈકી એકે ઉભા થઇને કહ્યુ....

"સર, બરાડા ન પાડો....

આ બધા ગેરહાજર છે. જ્યારેથી અમે હાજર રહેવાનું ચાલુ કર્યુ ત્યારેથી આ બધા જ ગેરહાજર રહે છે....!! "

મિત્રો,
આ શાળાનું નામ છે...

👌" જીંદગી "👍

આપણી જીંદગીની પાઠશાળામાં આપણે
જ્યારથી....
ગુસ્સો,
ઇર્ષા,
અહંકાર,
સ્ટ્રેસ......
વગેરેને એડમીશન આપ્યુ છે,
ત્યારથી......
પ્રેમ,
આનંદ,
ખુશી
આ બધા શાળા છોડીને જતા રહ્યા છે...!!!!

🍂