Tuesday, February 1, 2011

અશ્વિની ભટ્ટની નવલકથામાંથી થોડુંક; ભાગ ૨


અશ્વિની ભટ્ટ


ગુજરાતી સાહિત્ય ના એક મહાન લેખક છે
થોડા વિરામ બાદ શ્રી અશ્વની ભટ્ટ ની નવલકથાઓ માં ના વધુ અંશ રજુ કરું છું
ગમે તો વધાવજો; વધારે મેહનત કરવાનું પ્રોત્સાહન મળશે...





આશકા માંડલ - એક અદભૂત નવલકથા, 

કોઈ પણ પાત્ર હોય, કે સ્થળ હોય - તેના પર પુરતું સંશોધન કરીને એને આલેખવાની અશ્વિની ભટ્ટ ની એક આગવી શૈલી છે. 
હમીરગઢ હોય કે ખારોડ ચન્ગોડી, ઝીણા માં ઝીણી બાબત ને કાગળ પર રજુ કરવાની પદ્ધતિ ને કારણે તેઓ લોકભોગ્ય લેખક બન્યા છે.
પાત્ર લેખન ની બાબત માં તેમને ગુજરાતી ભાષા ના લિયો ટોલ્સટોય ગણી શકાય.
હમીરગઢ ના મહારાજા વિરભદ્રસિંહ, શુરજીતસિંહ, શરનસિંહ, અનુપ, સીગાવળ, શ્રીદેવી, આશકા, પીટર, સાન્દ્રા, પુરણસિંહ, પૃથ્વીસિંહ, નોબત આમ અધધ કહી શકાય તેવા શાનદાર પાત્રો અને એવા જ જાનદાર એક્શન સિક્વન્સ. 
મોટેભાગે એમની નવલકથાઓ માં ગન્સ એન રોઝીસ નું અનિવાર્ય કોકટેલ અને એની પાછળ રહેલું કાતિલ સસ્પેન્સ. 
સીગાવલ નું શરનસિંહ ના ફ્લેશબેક માં થી જાગવું અને સખીરામ નું મોત.. આ બે ઘટના વચ્ચે કોઈ ખાસ સમય નથી પણ એનું વર્ણન એને વધુ રોમાંચક બનાવે છે..


"આશકા માંડલ"
તેના અવાજમાં નશો હતો. સંવેગની ભરતીથી ઉશ્કેરાયેલી ઓરતનો મને અનુભવ ન હતો તેવું કહું તો હું જુઠ્ઠો છું. મને તેના શરીરમાં, તેની આંખોમાં, મારાં શરીરને, મારાં અંગોને શોધતાં તેના હોઠોમાં એ ઉન્માદ દેખાયો. જો હું પોતે એ પળે આશકા-મય ન હોત તો મેં એને માણી હોત.

“આશકા માંડલ”
ક્યારેક હું એવી પરિસ્થિતિમાં મુકાતો કે જેથી મારે એ યુવતીઓમાંથી એકાદ સાથે 'વીક-એન્ડ' ગાળવાનો આવે. આવી મુલાકાતો, આવો સંસર્ગ મને ગમતો નહિ એવું કહું તો હું હિપોક્રિટ કહેવાઉ. મઘમઘતા અત્તરો, સુંદર વસ્ત્રો, આભૂષણો, છેલ્લી ઢબના વેસ્ટર્ન કોસ્મેટિક્સ, શેમ્પેન, ગોલ્ફ અને ઘોડેસવારી... પારાવાર વિવેક અને રાજકુટુંબ ઘરાનાની અસ્મિતા, તસતસતા દેહ અને આંજી નાખે તેવા રૂપથી મઢેલી એ યુવતીઓનો સહવાસ હું માણતો. ઉશ્કેરાટ પણ અનુભવતો. જિન્સી આવેગો આવતા છતાં કંઇક એમાં ખૂટતું. પણ આશકાને જોઇને હું એ બધું વીસરી ગયો હતો. જાણે પહેલી અને છેળ્લી વાર હું કોઇ સ્ત્રીને જોતો હતો. સર્વાંગસંપૂર્ણ મૂર્તિને જોતો હતો. મારા મનમાં અને શરીરમાં શું ચાલી રહ્યું હતું તે વર્ણવવા મારી પાસે શબ્દો નથી. મને જે થતું હતું તે ક્યારેય થયું ન હતું. શું થતું હતું તે કહી શકતો નથી. કદાચ એ જ પ્રેમ હશે. કદાચ પ્રેમની વ્યાખ્યા એ રોમાંચ જ આપી શકે. ગમે તેમ આશકાન સાંનિધ્યમાંથી હું એક પળ પણ અળગો થવા તૈયાર ન હતો.

“આશકા માંડલ”
મારા ગાલ અને હોઠ તેની છાતીમાં ડૂબ્યા. દમ-બ-દમ ઊછળતા સીનાના સ્નિગ્ધ સ્પર્શમાં હિમાલયની શીતળતા હતી. સ્પર્શાનંદમાં તેણે આંખો મીંચી લીધી અને તેને નજીક ખેંચી લીધી. એ ક્ષણોમં નિર્વાણની અનુભૂતિ હતી. રોમરોમમાંથી ઉત્સર્ગ પામતી ઊર્જાનું કેન્દ્રીકરણ થતું હતું.

એ ઘડી, એ સ્પર્શ, એ સંવેગ, એ ભડભડતી જ્વાલામાંથી આવતી શીતળતા... માઇ ગોડ ! તેના હોઠ ! તેનું ગળું ! તેનું બહેતરીન સ્તનયુગ્મ ! તે ચિત્કારી રહી અને હું ચુંબનો કરતો રહ્યો. તેના અવરોધમાં મને આહ્વાન દેખાતું. તેના પ્રતિકારમાં મને પ્રેરણા સાંપડતી હતી.

'
નહિ.. નહિ..' તે બોલતી રહી પણ મને એ સંભળાતું ન હતું. મને તેનો આસવ ચડ્યો હતો. મારી જાત પર હું કાબું ખોઇ બેઠો હતો. હું કેવળ એક આદમ હતો અને સામે ઇવ ઊભી હતી. મને શું ઇજા થઇ હતી, આવતીકાલે આ સૃષ્ટિમાં મારે શું કરવાનું આવશે, તેના કોઇ પણ વિચાર વગર, તેના આખા દેહને મારી ભીતરમાં સમાવી લેવા માંગતો હતો. મેં તેને લગભગ ઊંચકી લીધી હતી. મને કેવળ તે જ દેખાતી હતી. અદ્વૈતના આવિષ્કારની માફક એક જ સત્ય લાગતું હતું. તે... તે મારાથી બચવા માગતી હતી કે મારાથી અપ્રસન્ન થઇને પતિકાર કરતી હતી કે પછી નકાર કરીને મને પ્રેરતી હતી તે મને સમજાતું ન હતું.



"ફાંસલો"
દરેક સબંધમાં સીમાઓ હોય છે, પણ મૈત્રીમાં નહિ. મૈત્રી તો અમાપ અસીમ સંબંધ છે. તેમાં ક્યારેય ગણતરી નથી હોતી. હોય છે માત્ર 'કમીટમેન્ટ', સ્વેચ્છાએ સ્વીકારેલું કોઇ આચરણ્.. વચનબધ્ધતા...



"અંગાર"
આસંગ એ આરાધના છે. સર્જ્નાત્મક કર્મ છે. પ્રકૃતિક્રમની સહજ પ્રક્રિયા છે. ઉત્સર્પણ છે. જે લોકો તેને યજ્ઞ તરીકે પિછાણે છે તે જ તેના પાવિત્ર્યને સમજે છે. આ સમજ એ જ ખરો સંયમ છે. એ જ યમનિયમ છે.

"અંગાર"
જગતમાં પોતે જીવવું કે ન જીવવું તેનો નિર્ણય કરવાનો માણસનો અબાધિત અધિકાર હોવો જોઇએ.


"અંગાર"
પ્રબુધ્ધતાનો માર્ગ ચિદાનંદ શક્ય છે અને સતચિત આનંદ કેવળ આસંગથી પ્રાપ્ત થાય છે. કારણ ત્યાં ઊર્જા અને ઊર્મિ, શક્તિ અને શરીર(પદાર્થ) એકરૂપ થાય તેવી પરાકાષ્ઠા સર્જાય છે. એ પરાકાષ્ઠાનો અહર્નિશ અનુભવ કરવાની એવી સ્થિતિએ પહોચવું કે જ્યારે શરીરનો ખપ ન રહે અને શરીર પોતે જ એક ઊર્જા બની રહે.

“અંગાર”
કામુકતાનો અતિરેક એક સાપેક્ષ પરિસ્થિતિ છે. આવેગનું શમન કે આવેગ પર સંયમ રાખી શકતા લોકોમાં આવેગનું અસ્તિત્વ નથી તેમ કહેવું ખોટું છે. બાહ્યાચારે જે આવો સંયમ નથી રાખી શકતા તે જ લોકો દૃષ્ટિમાં આવે છે. બાકીનાઓ પવિત્રાત્માઓ છે તેવું માનવાને કોઇ કારણ નથી. જે નૈસર્ગિક છે તેની અવહેલના જ દર્દ છે. તેને જ આપણે સમજીએ તે અર્થહીન છે અને એ દર્દનો નિકાલ સમજમાં છે. તંત્રનો એ સિદ્ધાંત છે. નૈસર્ગિક સહજવ્રુત્તિને આનંદવાનો માર્ગ એ જ સિદ્ધિ છે.

“અંગાર”
મૃત્યુ પર ત્યારે જ વિજય મળે છે જ્યારે માણસ તેની અનિવાર્યતાને સહજતાથી સ્વીકારી લે છે. આપણે સૌ પળે પળે મૃત્યુ તો પામીએ જ છીએ. શાશ્વત તો કશું છે જ નહિ. અને જે શાશ્વત છે તે ક્યારેય જીવંત નથી હોતું.

શાશ્વત્પણું જડતામાં છે, જે ચેતન છે તે શાશ્વત ન હોઇ શકે. નિજાનંદની મસ્તી મેળવી લેવી તે જ મોક્ષ છે. જો આત્મા અમર હોય, મહાભૂતના કે ઇશ્વરના કોઇ અંશરૂપે શાશ્વત હોય તો એ આત્મા પાસે કશી સંવેદના હોય નહિ.

અને જેને સંવેદના નથી તેને માટે અસ્તિત્વ્ ઉદય, વિલય, દુઃખ, સુખ, આનંદ, શોક એવાં કોઇ ઉપહિતોની જરૂર હોતી નથી.

“અંગાર”
સામાન્ય આલિંગન, ચુંબન કે જિન્સી આવેગના પૂર્વારંભો પૂરા થાય ત્યાંથી જ ધ્યાનની શરૂઆત થાય છે અને આસંગમાં તેની પરાકાષ્ઠા સર્જાય છે ત્યારે તે ક્ષણે 'સ્વ' નું વિસર્જન થાય છે અને આપણે સૌ સમયવિહીન અવકાશમાં ફેરવાઇ જઇએ છીએ. જે લોકો એ નથી સમજી શકતા તે બધા જ પ્રાણીસહજ આનંદ મેળવે છે, ચિદાનંદ નહિ. આનંદના બાહ્ય સ્વરૂપ કરતાં આનંદનું ભીતરનું ચેતસ જ્યારે સમગ્ર શરીરમાં છવાય છે ત્યારે માણસમાત્રમાં સૌંદર્ય પેદા થાય છે.

સેક્સ એ પ્રેમ નથી. પ્રેમના અનેક આવિષ્કારમાંનો એક છે. એ ચિહન છે. એક માણસ તેના મિત્રને ભેટે છે કારણ મિત્રના મિલાપથી તેને જે આનંદ થાય છે તે આનંદ પ્રદર્શિત કરવા માટે તેની પાસે બીજું કોઇ માધ્યમ નથી. જો એવું કોઇ માધ્યમ હોય તો આપણે જેને સેક્સ કહીએ છીએ તેવું કશું હોત નહિ.

“અંગાર”
ઐહિક આનંદ જ્યારે આત્માને પણ આનંદમય બનાવે છે ત્યારે જ સાચું લગ્ન રચાય છે. પ્રેમ અને અહમ ક્યારેય સાથે સંભવી ન શકે. અહમનો વિન્યાસ પ્રેમને નષ્ટ કરે છે અને પ્રેમની સ્થાપના અહમ વિલોપાય પછી જ થઇ શકે છે. 'હું તને ચાહું છું' આ શબ્દો વાપરવા પડે છે કારણ કે ભાષા વગર આપણે કશું સમજી શકતા નથી. સમજાવી શકતા નથી. ભાષાથી જ્ઞાન સંપાદન થઇ શકે છે. વિજ્ઞાની બની શકાય છે. તર્કપંડિત થવાય છે પણ પ્રેમનો મર્મ, પ્રેમની દિવાનગી, પ્રેમની સૃષ્ટિ, આનંદનો ભાવ કે નિજાનંદની પરિસ્થિતિ ભાષાથી સમજાવી કે સમજી શકાતી નથી. જે એ સમજી શકે છે તે જ પ્રબુદ્ધ છે.
­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­

4 comments:

  1. Let's be faithful to our thoughts and accept the harsh reality as a human being.

    ReplyDelete
  2. આપના લેખની લીંક મારા લેખમાં આપેલ છે. આપની નામરજી હોય તો જણાવશો.
    http://shabareesanchay.blogspot.com/2011/02/blog-post_20.html

    ReplyDelete
  3. I m too giving this link to my site if any problem inform me...

    ReplyDelete