પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો
(આ ચોર્યાશી લાખ વહાણો ક્યાંથી આવ્યા એ ખબર છે ? વાંચો.. કાવ્યને અંતે)
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી
પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…
પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
( આ ગીતમાં આવતી ‘ તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો… ‘ કે કડી સાંભળવાની મને ઘણી જ મજા આવે.. પણ આ ચોર્યાશી લાખ વહાણોની વાત શું છે, એ પ્રશ્ન દિમાગમાં જરૂર આવ્યો હતો… એટલે એક દિવસ મમ્મીને પૂછ્યું, ત્યારે ખબર પડી, કે પહેલાના જમાનામાં જ્યારે સુરત એક ધમધમતું બંદર હતું, ત્યારે ચોર્યાશી અલગ અલગ બંદરોના વહાણો ત્યાં આવતા.. એટલે એવું કહેવાતું કે સુરતમાં ચોર્યાશી બંદરોના વાવટા ફરકે.. વખત જતાં એ ચોર્યાશી નું અપભ્રંશ થતા, કહેવતમાં ચોર્યાશી લાખની વાત આવતી થઇ ગઇ. )
અને મારો આ ભ્રમ દૂર થયો વિવેકભાઇની વાત પરથી :
ચોર્યાસી બંદરની વાત ભલે સાચી હોય, પણ અહીં કવિએ નથી સુરતની વાત કરી કે નથી એના કાંઠે આવતા ચોર્યાસી બંદરોના જહાજની વાત. આખી કવિતામાં બીજે ક્યાંય સુરતનો સંદર્ભ આવતો નથી. આ ચોર્યાસી લાખ જહાજ એટલે મારી દૃષ્ટિએ ચોર્યાસી લાખ જન્મોના ફેરા. પ્રેમિકાના ગાલના ખંજન પર ચોર્યાસી લાખ ભવ ઓવારી દેવાનું મન થાય એ પ્રેમ…
hey,,
ReplyDeleteNice one sir.
But try website na.
Y bloging...?
વિવેકભાઈ ની વાત સાચી છે . સામાન્ય રીતે ૮૪ લાખ નો reference નીકળે ત્યારે જન્મ ના ફેરા ની વાત હોય છે. બીજો શબ્દ 'લખ ચોર્યાસી' પણ વપરાતો હોય છે.
ReplyDeleteસુંદર પ્રયાસ છે. આવું સુંદર share કરવાનું રાખજે ...
શુભેચ્છા સહીત,
હેમંત ભટ્ટ