Saturday, April 2, 2011

એક વાર ડોક્ટર પાસે એક દરદી ગયો . .........

એક વાર ડોક્ટર પાસે એક દરદી ગયો .
દર્દી : મારે મારી બરાબર સારવાર કરાવવી છે
 ..
ડોક્ટર: તમારે સામેના ડોક્ટર પાસે જવું જોઇએ . હું તો પશુઓનો ડોક્ટર છું
 .
દર્દી : ના હું તમારી પાસે આવ્યો છું , તે બરાબર છે
 .
ડોક્ટર: અરે , ભાઇ તમે તો માણસ જેવા લાગો છો . છતાં કેમ આમ બોલો છો
 ?
દર્દી : હું કુતરાની જેમ આખી રાત મારા કામના ઢસરડાને યાદ કરીને જાગુંછું
 .
ઘોડાની જેમ સવારે વહેલો ઉઠી જાઉં છું
 ..
હરણની જેમ જોબ પર જવા દોડું છું
 .
આખો દીવસ ગધેડાની જેમ કામ કરું છું
 .
વરસના બારે મહીના ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફર્યા કરું છું
 .
મારા બોસની આગળ પુંછડી પટપટાવું છું
 .
મારા બાળકોની સામે વાંદરાની જેમ નાચું છું
 .
મારી બૈરી આગળ સસલા જેવો નરમ ઘેંશ થઇ જાઉં છું
 .
ડોક્ટર: અરે ! પહેલેથી કહેવું જોઇએને તમે અમેરીકાથી આવો છો.....


No comments:

Post a Comment