Friday, May 6, 2011

ફેસબુક પર પણ એક દુનિયા વસે છે


ટુથપેસ્ટ ની પહેલા ફેસબુક ને રોજ ચાખે

કોમેન્ટ ને લાઇક્સ નો ચોખ્ખો હિસાબ રાખે

ભૂમિતિ ની રેખા ને ભૂગોળ ના પર્વત ચર્ચે

ક્રિકેટ-પોલીટીક્સ ની ચર્ચા માં દિવસ ખર્ચે

વાત શીલા – મુન્ની – ટીંકુ ની માંડે

ફેસબુક પર રહી ને ફેસબુક ને ભાંડે

રજનીકાંત ના જોક્સ ને નરેશ કનોડિયા ની વાતો

બધીર ની વાતો, અધીર અમદાવાદી ની લાતો

અહીં જુના મિત્રો મળે ,પાછલા દિવસોની યાદ સળવળે

શિક્ષક, સગા,પાડોશી ને એક સાથે મળવાનો અવસર મળે

ફોટા, મુક્તક, શાયરી થી ફેસ-વોલ સુશોભિત થાય

કંકોત્રી બની રોજ ઇવેન્ટ ના નોટીફીકેશન ઠલવાય

ટીવી ના કલાકાર ને થીયેટર ના નાટ્યકાર

રેડિયો ના RJ અને અખબારો ના પત્રકાર

કેહવાતી દુનિયા નો આદમી, અહી રડે ને હસે છે

ચોક્કસ, આ ફેસબુક પર પણ એક દુનિયા વસે છે

No comments:

Post a Comment