Saturday, November 1, 2014


કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?

કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે!

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?

- ઉદયન ઠક્કર

No comments:

Post a Comment